આધુનિક યુગમાં મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે. હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે. લોકોના ઘણાં ખરા કામ ઘર બેઠા મોબાઈલથી જ થઈ જાય છે. ત્યારે જામકંડોરણા પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા અને ગુમ થયેલા ૧૩ મોબાઈલ જેની કિંમત રૂ.૨,૪૧,૮૮૫ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કર્યા હતા.
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામા ગુમ/ચોરી થયેલા મોબાઇલને શોધવા સૂચના જારી કરવામાં આવ્યા હતા, જે હેઠળ જામકંડોરણા પોલીસના પી.એસ.આઈ વિ.એમ ડોડીયા તથા જામકંડોરણા પોલીસ સ્ટાફ દ્વારા CEIRના પોર્ટલની મદદથી ૧૩ જેટલા ગુમ અને ખોવાયેલા મોબાઈલ જેની કિંમત રૂપીયા ૨,૪૧,૮૮૫ શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા.આ તકે જામકંડોરણા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી કે કોઈ પણ નાગરિકે બીલ વગર મોબાઈલ ની ખરીદી ન કરવી તેમજ બિનવારસી મોબાઈલ મળી આવે ત્યારે નજીક પોલીસ મથકમાં જમા કરાવી એક સારા નાગરિક તરીકે ફરજ નિભાવવા જોઈએ.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ