કેસર કેરી ખાવાના લોકો રસિયા છે ત્યારે આજે તાલાલા માર્કિટયાર્ડમાં કેસર કેરીનો બજારમાં ભાવ નક્કી કરવામાં આવી રહ્યો હતો. ગીર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેરીના એક બોક્સની કિંમત રુપિયામાં 180નો વધારો કરી 5780 રુપિયા નક્કિ કરવામાં આવ્યાં હતાં. ત્યારે ગઇ કાલનો ભાવ રુ.5600 હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-04-24-at-12.38.01-PM-1-1024x469.jpeg)
આજે તાલાલા યાર્ડમાં કેસર કેરીના એક બોકસમાં 10 કિલોના ભાવમાં 575 રુપિયાથી લઇને 1325 બોલાય હતાં.જેનો ગઇકાલનો ભાવ 10 કિલોના 1250 રુપિયા હતાં.જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે 19271 બોક્સ કેરીના આવક થઇ હતી.ગઇકાલે કુલ 19969 બોક્સ કેરીની આવક થઇ હતી.ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700થી 1100 રુપિયાની બોલી બોલાઇ હતી.
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ