વલસાડ જિલ્લામાં ટ્રાફિકનું સંચાલન કરવા GRD જવાનોને ફરજ સોંપવામાં આવી છે.ત્યારે જિલ્લાના વાપી શહેરના મચ્છી માર્કેટ પાસે એક કાર ચાલક ટ્રાફિકને નડતર રૂપ પોતાની કાર પાર્ક કરી હતી.જેથી નજીકમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતી GRD મહિલા જવાને ટ્રાફિકને નડતર રૂપ પાર્ક કરેલી કારના ચાલકને કાર ખસેડવા સૂચના આપી હતી. જોકે, કારમાં સવાર એક મહિલાએ કાર ખસેડવા કેમ કહો છો, કહી મહિલાએ GRD જવાન સાથે ઝઘડો કર્યો હતો.ઉશ્કેરાયેલી મહિલાએ GRD મહિલા જવાનને બચકા ભરી હુમલો કર્યો હતો.સાથી GRD મહિલાઓ મદદે આવતા તેમને પણ ગાળો આપી તેમની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો.જેથી વાપી ટાઉન પોલીસ મથકે કારમાં સવાર 2 મહિલાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે ટ્રાફિકનું સરળ સંચાલન માટે GRD મહિલા જવાનોની મદદ લેવામાં આવે છે. વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર GRD મહિલા જવાનોને ટ્રાફિક સંચાલન માટે જવાબદારી સોંપવામાં આવી હતી. બુધવારે સેજલબેન કિશોરભાઈ પટેલ, પ્રિયંકા અને આશાબેનને મચ્છી માર્કેટ ત્રણ રસ્તા પાસે ટ્રાફિકના સરળ સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે દરમ્યાન મચ્છી માર્કેટ પાસે એક કારના ચાલકે ટ્રાફિકને નડતર રૂપ પોતાની કાર પાર્ક કરી હતી. જેથી ટ્રાફિકનું સંચાલન કરતી GRD જવાનને ટ્રાફિકને નડતર રૂપ પાર્ક કરેલી કાર ચાલકને વ્યવસ્થિત પાર્ક કરવા અને ટ્રાફિકને નડતર રૂપ.વાહન પાર્ક ન કરવા સૂચના આપી હતી. કાર ચાલકની બાજુની સીટ ઉપર બેસેલી એક સ્ત્રી ઉમર 35થી 40 વર્ષ અચાનક કારમાંથી ઉતરી GRD જવાન સાથે ઝઘડો કર્યો હતો. GRD જવાને ટ્રાફિકને નડતર રૂપ કાર હટાવવા જણાવ્યું હતું. ઉશ્કેરાયેલી મહિલાએ GRD જવાન સાથે ઝઘડો કર્યો હતો. સાથે GRD જવાનો આવી જતા ઉશ્કેરાયેલી મહિલાએ આશાબેનને બચકા ભર્યા હતા. અન્ય GRD જવાન સાથે હાથપાઈ અને મારામારી કરી હતી.કારની પાછળની સીટ ઉપર બેસેલી અન્ય મહિલા પણ GRD જવાનને માર મારવા અને ગાળો આપવા લાગી હતી. ઘટના અંગે વાપી ટાઉન પોલીસને ઘટનાની જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકે કારમાં સવાર અજાણી 2 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસ GRD જવાન સેજલબેને આપેલી ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ