જામકંડોરણામાં જેમ જેમ ગોકુળ અષ્ટમી નજીક આવી રહી છે તેમ તેમ જુગારની રમતો જમાવટ લઈ રહી છે આ શ્રાવણીયા જુગારની મજા માણી રહેલા જુગરિયાઓની મજા બગાડવા જામકંડોરણાના પીએસઆઇ વિ.એમ.ડોડીયાની સાથે પોલીસની ટીમ પુરી તૈયારી સાથે જામકંડોરણા પંથકમાં શ્રાવણ માસમાં સઘન પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારોની મદદથી શ્રાવણીયા જુગાર પર રીતસરનો સપાટો બોલાવ્યો છે.
જામકંડોરણા તાલુકાના રોઘેલ, ખજુરડા, સાજડીયાળી, જામકંડોરણા (ટાઉનમાં), જુના માત્રાવડ અને રાયડી ગામે કુલ ૩૩ જેટલાં ઈસમો ગંજીપત્તા ટીંચતા રંગેહાથે પોલીસની ઝપેટમાં આવી ગયાં હતાં.જામકંડોરણાના રોઘેલ ગામેથી કીરીટ વેકરીયા, છગન શીયાળ, ઈમરાન સેતા, બીજલ કરમટા, નિલેશ વેકરીયા અને યોગેશ વીરાણી જુગાર મહેફીલ માણતા ઝડપાયા હતા ખજુરડા ગામેથી વસરામ સોલંકી , રમેશ સોલંકી, યુસુફ નોતીયાર, ચંદુ સોલંકી , અશોક સોલંકી અને દીપિક સોલંકી ગંજીપો ચિપતા ઝડપાયા હતા સાજડીયારી ગામેથી દેવસી વાઘેલા, ગોવિંદ વાઘેલા, રસીક વાઘેલા અને વિજય વાઘેલા સહિતને જુગાર ધારા હેઠળ પકડી પાડયા હતા. જ્યારે જામકંડોરણા ટાઉનમાં જુગારમાં મશગુલ થઈ રહેલા સુરેશ ટાટામીયા, મનસુખ ડોલેરા, દીપક ચાવડા, જીતેન્દ્ર ગોસ્વામી અને રમેશ ગુજરાતી જુગાર રમતા પોલીસને અડફેટે ચડી ગયા હતા, જુના માત્રાવડ ગામેથી મનિષ ઉર્ફે મુન્નો રાતડીયા , કાના સાનિયા, હેમંત સાનિયા, રાજેશ સાનિયા અને નારણ અજુડીયાને જુગાર રમતા પકડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામકંડોરણાનું ધાર્મિક ગામ કહેવાતું રાયડી ગામમાંથી પણ શ્રાવણીયા જુગારની મહેફીલ મંડાય છે આજ દિવસ સુધી રાયડી ગામના ગાંઠિયા પ્રખ્યાત હતા આ રાયડી ગામેથી હીરેન બોઘરા, નિકુંજ રાંક , અશોક પોશીયા, દેવજી કમેજરીયા , સંજય બાંભરોલીયા, રાજેશ બંધાણ અને કીરીટ ઠુંમર જુગાર રમતા ઝડપાઈ જતાં જામકંડોરણા પોલીસ સ્ટેશનની હવા ખાતાં કરી દીધાં છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વિ.એમ.ડોડીયા તથા પોલીસ સ્ટાફ સાતમ આઠમ પર રમતા જુગાર પર ધોંસ બોલાવતાં જામકંડોરણા તાલુકાભરના પત્તા પ્રેમીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ