ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે, મધુબન ડેમના ચાર દરવાજા 0.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેમાંથી 7,288 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસના વિસ્તારમાં સારો એવો વરસાદ પડતાં મધુબન ડેમમાં નવા નિરનું આગમણ થયું હતું. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર લોકોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં લોકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને માછીમારોને નદીમાં માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે સરકાર અને પ્રસ્થાપિત સંસ્થાઓએ લોકોની ચિંતાં કરતાં, લોકોને આ નિયંત્રણોનું પાલન કરવા માટે વિનંતી કરી છે, જેથી નદીના વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા જાળવી શકાય.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ