પંચમહાલ જીલ્લાના વાઘજીપુર ખાતે આવેલી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી.સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો દ્વારા ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજ પરિવારના સભ્યો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમા સંત શિરોમણી મહંત યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામીએ હાજરી આપી હતી.મહંત યોગ પ્રિયદાસજી સ્વામીએ ઉત્સાહભેર રાષ્ટ્ર ધ્વજને સલામી આપી ફરકાવ્યો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-15-at-12.50.09-PM-1024x473.jpeg)
મહંત યોગપ્રિયદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ, સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે, કાયદા-નિયમોનું પાલન કરીએ, દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમા સંતો, પ્રિન્સિપાલ, પ્રોફેસરો, પ્રમુખ, મંત્રી, ગ્રામ્યજનો તથા પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ