લેમ્પના અજવાળે જાહેરમાં જુગાર રમતાં આઠ જુગારીઓને 38,200ના મુદ્દામાલ સાથે દબોચ્યાં
જામકંડોરણા તાલુકાના અડવાળ ગામના આઠ જુગારીયાઓ ધોરાજી જવાના માર્ગ પર આવેલી એક ઓરડીમાં જુગારમાં રમતાં પોલીસના હાથે ઝડપાઇ ગયાં હતાં.જેથી તમામને જામકંડોરણા પોલીસે ધરપકડ કરી કૂલ મળી આવેલ મુદ્દામાલ 38 હજારને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેમ જેમ ગોકુળ આઠમ નજીક આવતી જાય છે તેમ તેમ જુગારીઆનો ભાંડો રાફડો ફુટતો જાય છે.જુગારીયાઓ પૈસાની રમત ખેલી પાનાપત્તાનો ખેલ રમતાં અનેક જગ્યાઓ પર ગુસી જતાં હોય છે. પછી તે કોઇનું ઘર, વાડો, ઓફિસ, ખેતરની ઓરડી, કૂવો, ધાબુ, કાર કે લક્ઝરી બસ હોય, આમ જ્યાં જગ્યાં મળે ત્યાં તેઓ મસ્ત રીતે ગોઠવાઇ જઇને પાના પત્તાની રમત પૈસા સાથે રમવા માટે બેસી જતાં હોય છે. તો આવો જ એક કિસ્સો અડવાળા ગામનો સામે આવ્યો છે. જ્યાં આઠ આઠ જુગારીયાઓ જામકંડોરણા પોલીસની ઝપેટમાં આવી ગયાં છે. જામકંડોરણા પોલીસ ગોકુળ આઠમ નજીક આવી રહી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી જુગારીયાઓને ઝડપી પાડવાની એક પહેલ શરુ કરી છે.જેથી સ્થાનિક બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે અડવાળ ગામના ધોરાજી જવાના જુના રસ્તે ઓરડીની દીવાલે લેમ્પના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસાથી કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યાં છે. જેથી બાતમીવાળી જગ્યા પર પોલીસે એકાએક રેડ પાડતાં આઠ જુગારીયાઓ બેઠી પથારીયે જુગાર રમતાં ઝડપાઇ ગયાં હતાં. ૧ જગદીશભાઈ દેવરાજભાઈ રાઠોડ જાતે,ખાંટ રહે અડવાળ,૨,જીતેન્દ્રભાઈ કારાભાઈ મકવાણા જાતે,ખાંટ રહે અડવાળ ૩,મનોજભાઈ ઝીણાભાઈ ડાભી જાતે,કોળી રહે,છાપા ધાર તા,ધોરાજી ૪,જીતેન્દ્રસિંહ પથુભા ચુડાસમા જાતે દરબાર રહે જાંજમેર ૫,ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા જાતે દરબાર રહે અડવાળ, ૬ ગીરીરાજસિંહ જીલુભા જાડેજા જાતે દરબાર રહે પીપરડી, ૭,ભીખાભાઈ રાણાભાઇ ગુજરાતી જાતે ખાંટ રહે ભૂખી,૮ ગજેન્દ્રસિંહ ઉર્ફે,કલીયો કિરીટસિંહ જાડેજા રહે અડવાળ તમામને પી.એસ.આઇ,વી.એમ.ડોડીયાના પોલીસ સ્ટાફ દ્વારા ધકપકડ કરી 38,200ના મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ