વિકાસથી વંચિત ડુંગરામાં હવે 45 MLD પાણી દમણગંગામાંથી લાવી શુદ્ધીકરણ થશે
વિકાસથી વંચિત રહેલા લોકેને હવે ઘર આંગણે સુવિધા પુરી પાડવાનું કામ સરકારે લીધુ ત્યારે વાપી નગરજનો માટે ખુશીની લહેર જોવા મળશે.
વાપી નગર પાલિકા દ્વારા ડુંગરા – ડુંગરી અને આઝાદ નગર ફળિયા તેમજ અનેક વિસ્તારોમાં પાણીની સવલતો પુરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મુંકતા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું છે કે વર્ષ 2013માં ગુજરાત સરકારના માજી નાણામંત્રી નિતિનભાઇ પટેલે પાણીના પ્રોજેક્ટ માટે 10 કરોડની ફાળવણી કરી હતી. પરંતુ તે પ્રોજેક્ટ જગ્યાના અભાવે આગળ વધ્યો ન હતો.
પરેશભાઇ દેસાઇ દ્વારા અનેક રજૂઆતોને લઇ હવે ડુગરાડ વિસ્તારમાં 100 કરોડના કામો જેવા કે પીવાના પાણીની ઓવરહેડ ટાંકી,અંડર ગ્રાઉન્ડ સંપ,રાંઇઝિંક મેઇન પાઇપલાઇન,પાણી પૂરવઠા યોજના વિસ્તારમાં W.T.P બનાવવાનું કામ,બોર તળાવ,રીજ્યુવિનેશન (ફેજ1) બનાવવાનું કામ, ઘોડિયાવાડના મુખ્ય તળાવના વિકાસનું કામ, સહિત કુલ પાંચ કામોનું ભુમિપૂજન અને લોકાર્પણ નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.અને વાપી મહા નગર પાલિકા બનાવવાની વાત કરતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે.
આ પ્રસંગે કારોબારી મિતેશ દેસાઇ,ઉપપ્રમુખ અભય નહાર,શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ,નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ અને કાર્યકરતાઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વાપીથી આલમશેખનો રીપોર્ટ