વલસાડ જિલ્લાના ટી.બી.ગ્રસ્ત દર્દીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતી મુસ્કાન એન.જી.ઓ સંસ્થા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પુરી પાડતા જણાવ્યું હતું કે,આગામી 2025સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટી.બી.જેવા રોગોને નાબુદ કરવા ખાસ અભિયાન હાથ ધર્યું છે.તેથી મુસ્કાન એ.જી.ઓ.સંસ્થા પણ મોદીના આ કાર્યક્રમને સહભાગી થવા જરૂરી ફંડ એકત્ર કરવા 30 માર્ચના રોજ જાણીતા ભજનિક અને પદ્મશ્રી અનુપ જલોટાને ભજન કાર્યક્રમ માટે આવકાર્યા છે.
મુસ્કાન NGO ફાઉન્ડરીના કલાણીએ જણાવ્યું હતું કે,તેમની સંસ્થા વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બે વર્ષથી કાર્ય કરે છે.વલસાડ જિલ્લામાં અંદાજિત 3500થી વધુ ટીબીના દર્દીઓ છે,તેમાંથી 200 જેટલા દર્દીઓને અમારી સંસથા વિવિધ દાતાઓના સહકારથી નિઃશુલ્ક પ્રોટીનયુક્ત કીટ સુવિધા પુરી પાડે છે.ત્યારે આ કાર્યને વધુ સફળ બનાવી જિલ્લાના વધુમાં વધુ દર્દીઓને મદદરૂપ થવા આગામી 30 માર્ચના રોજ દેશના જાણીતા ભજનીક અને પદ્મશ્રી અનુપ જલોટાનો ભજન સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.માટે આ કાર્યક્રમ થકી જેટલી પણ રકમ ઉપલબ્ધ થશે તે તમામ રકમ TBના દર્દીઓ પાછળ ખર્ચવામાં આવશે.વલસાડ જિલ્લામાં મુસ્કાન એનજીઓ દ્વારા વાપી તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓને રાશન કીટ પૂરી પાડે છે.સામાન્ય રીતે ટીબીના દર્દીઓને સરકાર દ્વારા દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે,તે પોષણ આહારની ખરીદી માટે આપવામાં આવે છે. દવાઓ પણ સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે મોટેભાગે ગરીબ દર્દીઓ પોષણ આહાર ખરીદવના બદલે પરિવાર પાછળ ખર્ચે છે.તેથી આવા દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહારની કીટ તેમની સંસ્થા નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવે છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ