મહિલા સાથે પોલીસનો દુર્વ્યવહાર, એસપીને થઈ ફરીયાદ

અધિકારીઓ અરજદાર સાથે સારો વ્યવહાર કરે તે માટે સરકાર દ્વારા અનેકવાર ટકોર કરવામાં આવે છે. પરંતુ કેટલાક અધિાકરીઓ વર્ધીનો રોફ ઝાડવમાં ભાન ભુલે છે. જેનો દાખલો અરવલ્લીમાંથી મળ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા ગયેલી એક મહિલાને ફરજ પરના પોલીસ કર્મીએ દાદાગીરી કરી હતી. જેની ફરીયાદ મહિલાએ જિલ્લા પોલીસ વડાએ કરી હતી.

 ભોગ બનનાર મહિલાએ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં તા.૦૫/૦૩/૨૦૨૪ નારોજ ફરિયાદ આપેલ જે ફરિયાદના કામે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનથી તા.૧૧/૦૩/૨૦૨૪ ફોન કરી બોલાવેલ અને મોડાસા મહિલા પોલીસ આશરે ૧૨ વાગે મહિલા આવેલ અને મહિલા પોલીસ સ્ટેશનના બેને જણાવેલ તમારો લીધેલ જવાબ અને ફરિયાદ તમને કાગળો જે આપું છું તે તમે ધનસુરા પોલીસ સ્ટેશન લઈને જશો એટલે ત્યાં ફરિયાદ દાખલ થઈ જશે. જેથી મહિલા  કાગળો લઈને ધનસુરા પોલીસ સ્ટેશન જવા નીકળેલ અને ત્યાં ત્રણ વાગે પોલીસ સ્ટેશન પહોચી ત્યાં બેઠેલ સાહેબને આ કાગળો આપતા તે કાગળો જોઈને કહેવા લાગેલ કે મે તને ના તો પાડી છે કે ફારીયાદ દાખલ નહીં કરીશું તો શું કામ વારંવાર પોલીસ સ્ટેશને આવે છે પછી ટેબલ ઉપર બેઠેલ સાહેબને મહિલાએ કીધેલ કે  ફરિયાદ દાખલ કરો હું કંટાળી ગઈ છું તેવું બોલતા તે સાહેબ ઉશ્કેરાઈ જઈ બોલવા લાગેલ કે તે જે કૂવાનું પાણી પીધું છે ને એજ કૂવાનું પાણી મે પીધું છે, અને કહેલ કે તને તો મારા મોટા સાહેબ જ સીધી કરશે તેમ કહી બાજુમાં આવેલ ઓફિસમાં લઈ ગયેલ અને ત્યાં બેઠેલ સાહેબએ કાગળો જોઈને બોલવા લાગેલ કે “મહિલા પોલીસને બોલાવીને આના કુલા તોડાવી નાખો જેથી પોલીસ સ્ટેશન પગ મૂકવાનું ભૂલી જાય, તેમ કહી કાગળમાં લીટી ઉપર અંગૂઠાનું નિશાન લીધેલ, તેમાં શું લખ્યું હતું તે મને વાંચી બતાવેલ ન હતું ” જેથી મહિલા હેબતાઈ ગયેલ હતી  અને પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહેલ મહિલા ની  બેનને આ બાબતની વાત કરી હતી.

ત્યારબાદ ભયના કારણે ગભરામણ થતાં મહિલાને  એકાએક ચક્કર આવતા તબિયત લથડતા મહિલા ની બેન સાથે ધનસુરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવામાં માટે લઇ જવામાં આવ્યા હતી ત્યારે આ ઘટના ને લઇ મહિલાની ફરિયાદ ન લેતા મહિલાએ સમગ્ર ઘટના ને લઇ જિલ્લા પોલિસ વડાને લેખિત અરજી કરી ઘટના ની જાણ કરી હતી અને યોગ્ય તપાસ કરી ન્યાય માટે આજીજી કરી હતી 

ધનસુરાથી હિતેન્દ્ર પટેલનો રિપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *