ગોધરાની શેઠ પી.ટી.આર્ટ્સ & સાયન્સ કૉલેજના ઈતિહાસ વિભાગ અધ્યક્ષ ડૉ.સુરેશ ચૌધરીની ઉપસ્થિતીમાં ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી,ગોધરાના રજિસ્ટાર અનિલભાઈ સોલંકી,અતિથિ વિશેષ તરીકે નિવૃત આચાર્ય બી.એન.ગાંધી, ડો.જી.વી.જોગરાણા, ડો.રાજેશભાઈ વ્યાસ સહિત કોલેજ પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.
આ સાથે કોલેજમાં નવા જોડાયેલા અધ્યાપક મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ કાર્યક્રમમાં આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, ગૌતમભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ચૌધરી, રેણુકાબેન પટેલિયા, વસંતભાઈ વાળા, સાહિલ બારીયા, ભરતભાઈ, વિજય નીનામાએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ ગરબા રમીને આનંદની અનુભૂતિ કરી હતી. આ કાર્યક્રમને સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ એમ.બી.પટેલ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
ગોધરાથી વિજયસિંહ સોલંકીનો રિપોર્ટ