ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી 50 થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ટોળકીને અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધી હતી. પોલીસના હાથે ઝડપાયેલા ચારી ગેંગના ચારેય આરોપીઓએ રાજુલા, મહુવા સહિત વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરીના ગુનામાંને અંજામ આપ્યો હતો. ૪ આરોપી પાસેથી રૂપિયા 14,95,656 ના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. એલસીબી ટીમ અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ તથા બાતમી આધારે દાહોદ જીલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી પાડવામા સફળતા મળી છે. આ અંગે ડીવાયએસપી હરેશ વોરાએ વધુ માહિતી આપી હતી.
અમરેલીથી વિરજી શિયાળનો રિપોર્ટ