પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ઝાઝરી ગામના રહીશો દ્વારા જીલ્લા કલેકટર અને જમીન સંપાદન અધિકારી અને સિંચાઈ વિભાગને આવેદન પત્ર આપ્યુ હતુ.જેમા 1965ની સાલમાં સિચાંઈ તળાવ માટે સંપાદિત કરવામા આવેલી ખેડુતોની જમીન માટે જમીનના બદલામા જમીન આપવાની હતી પણ વર્ષો વીતી ગયા પણ આ મામલે કોઈ પણ પગલા નહી લેવામાં આવતા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.
ઘોઘરા ગામના ઝીઝરી ગામના રહીશો દ્વારા આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે ઝીઝરી ગામે 1965ની સાલમાં સિંચાઈ તળાવ માટે તળાવ બનાવેલ હતું અને સિંચાઈ તળાવ સંદર્ભે ખેડુતોની સંપાદીત કરેલ જમીન ના બદલામાં સરકાર તરફથી જમીન આપવાની હતી. પરંતુ આજદિન સુધી જમીનના બદલામાં જમીન આપવામા આવી નથી. આ મામલે ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવામા આવ્યા હતા.જેમા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જમીન સંપાદન અધિકારીને અસરગ્રસ્ત ખેડુતોને જમીન ફાળવાનો હુકમ કરવામા આવ્યો હતો. આ મામલે ફરી રજુઆત કરવામા આવી હતી, પણ આજ દિન સુધી જમીન ફાળવાના હુકમનો પાલન કરવામા આવ્યુ નથી.આવેદનપત્રમા ખેડુતો દ્વારા માંગણી કરવામા આવી છે કે આગામી 15 દિવસમાં જમીન નહી આપવામા આવે તો ગોધરા કલેકટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી. સાથે લોકસભા ચુટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રિપોર્ટ