કેવડીયા પાસેથી કન્ટેનરમાં ભરી કતલખાને લઇ જવાતી ગાયોને ગોધરા પોલીસે બચાવી લીધી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના નજીક આવેલા કેવડીયા ગામ પાસેથી કન્ટેનરમાં ભરી કતલખાને લઇ જવાતી ગાયોને ગોધરા પોલીસ અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમે 55 નંગ જેટલા ગૌવંશોને બચાવી,પાંજરાપોળ ખાતે લઇ જવામાં આવ્યા હતા. પોલીસે એક ઇસમની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લામા ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે.ત્યારે ડીવાયએસપી તરીકે એન.વી.પટેલ દ્વારા ચાર્જ સંભાળતા તેમને ગોવંશની હેરાફેરી પકડી પાડવામા મોટી સફળતા મળી છે. જેમા ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પી.કે .અસોડા તેમજ તેમની ટીમ કેવડીયા ગામ ચેકપોસ્ટ પાસે હતા તે સમયે રાજસ્થાન પાર્સિગનુ એક કન્ટેનર આવતા તેની તપાસ કરતાં 55 જેટલા ગૌવંશો ક્રુરતા પુર્વક બાંધીને પાણી કે ઘાસચારો રાખ્યા વગર આવ્યા હતા. પોલીસે આ મામલે ગૌવંશો નંગ-55 તેમજ કન્ટેનરને ઝડપી 19,55,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવેલા ગૌવંશોને પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા.કતલખાને લઇ જતા ગૌવંશોને બચાવી લેવામા પંચમહાલ પોલીસને સફળતા મળી હતી. ગોધરાના ડીવાએસપી તરીકે ચાર્જ લીધા બાદ એન.વી.પટેલે અસરકારક કામગીરી કરી છે.આ મામલે પોલીસે એક ઈસમની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *