પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામમાં ઘણા વર્ષો જુનો રસ્તો અંબા માતાજીના મંદિરથી લઇ ગુદરા ફળયું કંબોપિયા ફળિયાની સાથે ખોડિયાર મંદિરને જોડતો રસ્તો ઉબળખાબડવાળો બની જવાના કારણે ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લઇ ગામલોકો અને જાગૃત નાગરીકો દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરતાં તંત્રએ અરજીને ધ્યાને લઇ ડામરનો રસ્તો મંજૂર કરી, પાકો રસ્તો બનાવવાની કામગીરી શરુ થતાં ગામલોકોની આંખોમાં આનંદની લાગણી છવાઈ.
શહેરા તાલુકાના લાભીમાં ઘણા વર્ષોથી ગામલોકો કાચા રસ્તે ખાબડખોબડ રસ્તે વાહન લઇ ઢચાકા મારતાં જતાં હતાં.શિયાળો ઉનાળામાં રસ્તો કોરોકટ હોવાના કારણે રસ્તાના ખાડા ગણતા ગણતાં કમરના મણીકા તોડી રસ્તો પાર કરવો પડતો હતો.પરંતુ ચોમાસામાં આ રસ્તો કાદવ કિચડવારો અને પાણી ભરાઇ જવાના કારણે રસ્તાના ખાડાઓ દેખાઇ આવતાં ન હતાં.જેને લઇ બાઇક આ ખાડાઓમાં ખાબકી પડતાં હાથ પગ ફેક્ચર જતાં હતાં.જ્યારે ગામમાં કોઇ વ્યક્તિ ગંભીર બિમાર હોય અને તેને સારવાર માટે દવાખાને લઇ જવાનું હોય તો,જેટલી મિનીટ દવાખાને પહોંચતા લાગે તેના કરતાં બમણો સમય લાગતાો હતો.જેના કારણે દર્દીને સમયસર સારવાર ન મળતાં તેનું મોત પણ થઇ જતું હતું.ત્યારે દુકાનદારો પણ દુકાનનો માલ લેવા જાય તો તેમને પણ મોડું થઇ જતું હતું.અને કોઇ વ્યક્તિએ સબંધીને ત્યાં શુભ કે અશુભ પ્રસંગે જવું હોય તો ટાઇમસર પહોંચી શકાતું ન હતું .જેને લઇ ગ્રામજનો એ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જેથી ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆતો તંત્રને કરતાં ગામલોકોની અરજીને ધ્યાને લઇ અંબા માતાજી મંદિર, ગુદરા ફળિયાથી કંબોપિયા ફળિયુ તેમજ ખોડિયાર મંદિરને જોડતો રસ્તો ડામરનો મંજૂર કરી પાકો રસ્તો બનાવવાની કામગીરી શરુ થતાં ગામલોકોનાં મનમાં આનંદની લાગણી છવાઈ જતાં,ગ્રામજનોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.