![](https://www.thepov.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-8.18.42-PM-1-1024x768.jpeg)
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી વિનયન કોલેજ,ચોટીલા દ્વારા કોલેજના બી.એ.સેમેસ્ટર-6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ,રાજ્ય કે રાજ્યની બહાર કૉલેજનું નામ રોશન કરનાર તથા યુનિ.પરીક્ષામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી તથા ઈનામ આપી સન્માન કરવાનો કાર્યક્રમ 16 માર્ચના રોજ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરી પ્રાર્થના સભા યોજી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ.સી.બી.બાલસ અને મુખ્ય અતિથિ ડૉ.મનજી ચૌહાણ,આચાર્ય,મોર્ડન સ્કુલ, સણોસરા તેમજ કોલેજના પ્રાધ્યાપકો અને કર્મચારીઓના હસ્તે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સ, NCC, પુસ્તક વાચન જેવી સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને તેમજ કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં અને અભ્યાસ ક્ષેત્રે સૌથી વધુ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રી ડૉ.સી.બી.બાલસે છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓને જીવનપથ પર નવી કેડી કંડારીને સિદ્ધિઓ મેળવવાની શુભેચ્છાઓ આપી હતી.