કહેવાય છે કે વૃક્ષ હંમેશા માનવજીવનને હંમેશા છાયડો આપે છે,પરંત ક્યારેક જીવ પણ લઇ લેતું હોય છે.તો ક્યારેક જાનહાન પહોચાડતું હોય છે.આવી ચિંતાઓમાં લોકોને મુકી ચિંતાતુર કરી દેતું હોય છે.તો આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના ઉમરગામનો સામે આવ્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક પાલિકા વિસ્તારના પાવર હાઉસ પાસે મોટુ ઘટાદાર વડનું વૃક્ષ તુટી પડતાં આસપાસથી પસાર થતાં રાહદારીઓ અને પાનના ગલ્લાવાળા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.ત્યારે તે લોકો દોડી આવી, જોવા લાગ્યા હતાં કે કોઇ દટાઈ ગયું તો નથી ને?તે જોવા માટે વૃક્ષની ગોળગોળ તપાસ કરકવા લાગ્યા હતા.તે દરમિાન એક બાઇક ચાલક દટાઇ ગયો હતો જેથી તેણે તરત જ બહાર કાઢીને દવાખાને લઇ જવામાં આવ્યો હતો.તો બીજી તરફ છાયડામાં પાર્કિંગ કેલી કારનો એક હિસ્સો ઝાડ નીચે આવી જતાં કારનું નુકશાન પણ થયું હતું. સદનસીબે કારમાં કોઇ કોઇ બેસી રહ્યું ન હતું, તેથી અગમ્ય ઘટના ઘટતા ટળી હતી. આ માર્ગ મુખ્ય માર્ગ હોવાના કારણે કલાકો સુધી વાહનોને અવરજવર કરવા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.