કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં અગમ્ય કારણોસર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 20 થી વધુ લોકો દાઝી ગયા ફળિયામાં હાહાકાર મચી જવા પામી હતી.આસપાસના લોકો દોડી આવી આગનેે કાબુ કરવાનો પ્રયત્ન કર્યો પણ અસફળતા મળી હતી. જેથી તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.તેમજ દાઝી ગયેલા દર્દીઓને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર અર્થે કાલોલ તેમજ વડોદરાની હોસ્પિટલમાં 108 મારફતે લઇ જવામાં આવ્યાં હતાં.
પંચમહાલ જિલ્લાના રામનાથ ગામે અગમ્ય કારણોસર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરોની સામગ્રી વેરવિખેર કરી 20 લોકોને ઝપેટમાં લીધા હતાં. જેમાં નાના બાળકો સહિત વૃદ્ધોને પણ આગે ઝપેટમાં લેતા કોઇના હાથ-પગ તો કોઇનો ચહેરો,જેવી અનેક શરીરની જગ્યાઓથી લોકો દાઝી ગયેલા જોવા મળ્યાં હતાં.જો કે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જાણે હોળી સળગાવી હોય તેવું દ્રશ્ય નજરે પડેલું જોવા મળ્યું હતું. આ જોઇ આસપાસાના લોકો દોડી આવી લોકોને બચાવવા આગમાંથી બહાર લાવી આગને કાબુમાં કરવા પ્રય્તન હતાં. પરંતુ આગ એટલી ધમધમાટ સળગતી હતી જેથી સ્થાનિકોના કાબુમાં આવે તેમ ન હતી.તેથી ટેલિફોનિક સંપર્ક કરી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. જેથી ગણતરીના કલાકોમાં ફાયર બ્રિગેડની ટીમે આગને પ્રસરતાં રોકી લીધી હતી.અને દાઝી ગયેલા બાળકો સહિત તમામ દર્દિઓને તાત્કાલિક ધોરણો પ્રાથમિક સારવાર માટે ગોધરા તેમજ કાલોલની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.જોકે એક સાથે 20થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતાં હોસ્પિટલના નામે જોવા મળેલી અસુવિધાની પોલ ખુલી ગઇ હતી.જેની જાણ કાલોલના ધારાસભ્યને થતાં ફતેસિંહ ચૌહાણ પણ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. અને આવીને જોતાં જ દર્દીઓને મળતી સુવિધાના બદલા દુવિધા ઉભી થયેલી જોવા મળી હતી.ત્યારે અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણને વડોદરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.આ સાથે જ ગોધરા ખાતેના પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચી પરિવારજનોની મુલાકાત લીધી હતીં.
દાઝી ગયેલા ઇજાગ્રસ્તોની યાદી
(૧)વિષ્ણુભાઈ ગોવિંદભાઈ ઓડ ઉ વ.૨૨(૨) લાલાભાઇ દામાભાઈ પરમાર ઉ વ. ૫૦ (૩) જયંતીભાઈ પુંજાભાઈ રાવળ ઉ વ. ૬૦( ૪) મંજુલાબેન જયંતીભાઈ રાવળ ઉ વ ૪૫(૫ )ચંદનબેન નટવરભાઈ રાવળ ઉ વ. ૪૬ (૬) ખુમાન વલ્લભ પરમાર ઉ વ. ૩૫(૭) તરુણ શૈલેષભાઈ રાવળ ઉ વ.૩૦(૮)મેઘાબેન વિનોદભાઈ રાવળ ઉ વ. ૧૭( ૯) પારુલ બેન ભરતભાઈ રાવળ ઉ વ.૧૮ (૧૦) જ્યોત્સનાબેન લખનભાઈ ઓડ ઉ વ. ૩૦ (૧૧)જ્યોત્સનાબેન જયંતીભાઈ રાવળ ઉ વ. ૨૫(૧૨) આરોહીબેન યોગેશભાઈ રાવળ ઉ વ. ૧૦ (૧૩)નર્મદાબેન વિઠ્ઠલભાઈ ઓડ ઉ વ. ૪૫ (૧૪) હર્ષ અમિતકુમાર રાવળ ઉ વ.૦૮(૧૫)નવ્યાબેન યોગેશકુમાર રાવળ ઉ વ.૦૭ (૧૬)અર્પિતાબેન અલ્પેશકુમાર રાવળ ઊ વ. ૦૩(૧૭) મેહુલભાઈ મુકેશભાઈ રાવળ ઉ વ ૧૯(૧૮ )પુનમબેન અલ્પેશભાઈ રાવળ ઉ વ. ૨૫(૧૯)અંબાબેન શંકરભાઈ રાવળ ઊ વ. ૬૨(૨૦) કિશન જયંતીભાઈ રાવળ ઊ વ. ૨૨ (૨૧)વિરાજ અતુલભાઇ રાવળ ઊ વ. ૦૫
કાલોલથી સાજીદ વાઘેલાનો રિપોર્ટ