ડોક્ટરો ડીગ્રી લઇ ક્લિનિક તેમજ હોસ્પિટલ ખોલી દર્દીઓની સારવાર કરતાં હોય છે. પરંતુ ડીગ્રી વિનાના લંપટીયાઓ પણ આવી ક્લિનીક નામની દુકાનો ખોલી પોતાનો ધંધો જમાવી કમાવવાનું શરૂ કરી દેતાં હોય છે.તો આવો જ એક કિસ્સો તાલાલા તાલુકાના બોરવાવા ગીર ગામે હેલ્થ વિભાગ તથા પોલીસ સ્ટાફે કોઇપણ માન્ય સંસ્થાની ડીગ્રી કે સર્ટીફિકેટ વિના ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરનો પર્દાફાસ થયો છે.
તલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે છેલ્લા ઘણાય સમયથી એક લંપટ ડીગ્રી વિનાનો પોતે ડોક્ટર હોય તેવુ જતાવી તેને પોતાનું ક્લિનિક શરુ કરી કમાવવા લાગ્યો હતો.ત્યારે પોલીસને શંકા જતાં ક્લિનિક પર છાપો મારી તપાસ કરતાં માલુમ પડ્યુ કે પ્રફુલ જીવરાજ મહેતા ઉં.વ 43 તે કોઇપણ માન્ય સર્ટીફિકેટ ધરાવ્યાં વિના તેને એક ક્લિનિક ચાલુ કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યાં તપાસ કરતાં એલોપેથિક દવા તથા આયુર્વેદિક દવાઓની સાથે મેડિકલની સામગ્રી મળી કુલ 22000ના મુદ્દામાલને કબ્જે કરી પીએસઆઇ આકાશસિંહ સિંધવ તથા હેલ્થ ઓફિસર મહેશભાઇ પઢિયારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.