તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વિજવાયરો ન હટાવતા ખેડુતોને વ્યાપક નુકસાન થયુ છે. વિજવાયરમાંથી તણખા ઝણતા વરથુ ગામના હિરાભાઈ, દિનેશભાઈ અને રામાભાઈ નામના ખેડુતનાં ખેતરમાં આગ લાગી હતી. ત્રણેય ખેડુતોએ પૈસાનું રોકાણ કરી અને અર્થાગ મહેનત કરી પાકની વાવણી કરી હતી. પરંતુ આગના પગલે તેમને લાખો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક આવી પડેલી મુશ્કેલીથી ત્રણેય ખેડુતોમાં ચિંતા પ્રસરી છે. નવાઈની વાત એ છે કે, ખેતર ઉપરથી પસાર થતો વિજવાયર ઢીલો હોવાની ફરીયાદ હજુ 10 દિવસ પહેલા જ તેમણે વિજવિભાગને કરી હતી . પરંતુ તંત્રએ તેમની રજુઆત કાને ન ધરતા આખરે આ દુર્ઘટના સર્જાય અને તેમનો પાક બળીને ખાખ થઈ ગયો.

અરવલ્લીથી હિતેન્દ્ર પટેલનો રિપોર્ટ