રોશન તખ્ખલુશથી જાણીતા ભરુચના કવિયત્રી કિરણ જોગીદાસનો પ્રથમ ગઝલ સંગ્રહનું ગુજરાતના અને સ્થાનિક કવિઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન થયુ હતું. શહેરનાં આંબેડકર ભવન ખાતે ગઝલ સંગ્રહનાં વિમોચનની સાથે કવિ સંમેલનનું પણ આયોજન થયુ હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરના સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.
ભરુચના આંબેડકર હોલ ખાતે સોમવારની સાંજે કવિયત્રી કિરણ જોગીદાસ ‘રોશન’નાં પ્રથમ ગઝલ સંગ્રહ ‘ક્યાં ખબર હતી’નું અવની ફાઉન્ડેશનનાં સેક્રેટર ડો રસીલાબેન પટેલ, ગુજરાતના જાણીતા કવિ ડો રઈશ મનીઆર, કૃષ્ણ દવે, કિરણસિંહ ચૌહાણ, ભરત ભટ્ટના હસ્તે વિમોચન કરાયુ હતું. ગઝલ સંગ્રહ બાદ ઉપરોક્ત કવિઓ સહિત ભરુચના કવિઓ બ્રિજ પાઠક, જતીન પરમાર,પ્રમોદ પંડયા તેમજ કમલેશ ચૌધરીનાઓ પોતાની ગઝલો, કવિતાઓથી હાજર શ્રોતાઓને સાહિત્ય રચનાઓનું રસપાન કરાવ્યુ હતું. રઈશ મનીઆર અને કિરણસિંહ ચૌહાણે પોતાની હાસ્ય રચનાઓથી વાતાવરણને વધુ હળવું કરવાનું પ્રયત્ન કર્યો હતો. ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓએ કવિયત્રી કિરણ જોગીદાસના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં.