દમણ લોકસભાની ચૂટણીને લઇ કલેક્ટર દ્વારા રાજકિય પક્ષના આગેવાનો,પત્રકારો સાથી મીટિંગ યોજી

લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભે દમણ કલેક્ટર કચેરીમાં કલેક્ટર સૌરભ મિશ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ ,SP આર.પી.મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.કલેકટર કચેરી ખાતે આવેલ સભાગૃહમાં આયોજિત આ બેઠકમાં કલેકટર,ડેપ્યુટી કલેકટર અને પોલીસ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સહિતા સંદર્ભે તમામ પક્ષોએ તેમજ મીડિયાએ કઈ બાબતોની સાવધાની રાખવી તે અંગે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.જનરલ લોકસભા ઇલેક્શન દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ,ચૂંટણીના મતદાનની તારીખ,મતદાન ગણતરીની તારીખ સહિત ચૂંટણી પ્રચાર દરમિયાન કેવી રીતે તકેદારી રાખવી સાઉન્ડ સિસ્ટમનો કયા સમયગાળામાં ઉપયોગ કરવો તે અંગે વિગતો આપી હતી.

2024 લોકસભાની દમણ સીટને લઇ કલેક્ટરે પત્રકાર તેમજ રાજકિય નેતાઓ સાથે મળી વાર્તાલાપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચૂંટણી આચારસંહિતા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાતા સમારંભોના ખર્ચા દરમ્યાન 100 થી વધુ સાધન સામગ્રીનું રેટ કાર્ડ તૈયાર કરી ઉપસ્થિત પક્ષના આગેવાનોને આપવામાં આવ્યું હતું.મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરને જણાવ્યું હતું કે મીડિયાએ પેઇડ ન્યુઝ અને સામાન્ય ન્યુઝ અંગે સાવચેત રહેવું.તેમ જ પેઇડ ન્યુઝ અંગે પ્રશાસનને જાણકારી આપે.પક્ષ તરફથી તે અંગે પુરાવા લઇ પછી જ તે પ્રસિદ્ધ કરે.કોઈપણ સમાચાર કોઈપણ પક્ષના તરફેણમાં લખવાથી બચે,કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીના કાર્યકરો ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરી રહ્યાનું ધ્યાને આવે તો તે અંગે સી-)વિઝિલ એપ દ્વારા જાણકારી આપે.તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે તે અંગે જાણકારી આપી હતી.દમણ લોકસભા બેઠક પર ઉમેદવારે ચૂંટણીમાં માત્ર 75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની લિમિટ નક્કી કરાય છે.જે અંગે કલેક્ટરે વિગતો આપી હતી.તેમજ આચારસંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ₹10,000 થી વધુની કેશ રકમ સાથે રાખવી નહીં.કોઈપણ ખર્ચ કરવો હોય અને તે માટે જો જરૂરી બને તો 10,000થી વધુની રકમ માટે ડિજિટલ પેમેન્ટની સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરે.રાજકીય પક્ષો દ્વારા ક્યાંય રૂપિયાનું,શરાબનું કે અન્ય કોઈ ચીજવસ્તુના પ્રલોભન આપવામાં ના આવે આ પ્રકારના કોઈ પણ પ્રલોભન કોઈ રાજકીય પક્ષે કે ઉમેદવારે આપ્યા હોવાનું ધ્યાને આવશે, તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કોઈપણ ધાર્મિક સ્થળો કે સરકારી ઇમારતો પર પક્ષના કોઈ બેનર લગાવવામાં ન આવે પ્રાઇવેટ પ્રોપર્ટી પર પણ પક્ષના કોઈપણ બેનર લગાવતા પહેલા તેમની મંજૂરી લે દમણ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભયમુક્ત રીતે યોજાય તે માટે પ્રશાસન સજ્જ હોવાનું અને તમામ રાજકીય પક્ષો મીડિયા તે અંગે મદદરૂપ બને તેવી અપીલ કરી હતી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *