વલસાડ LCBએ પેટ્રોલીંગ દરમિયાન વાપીના જૂના રેલવે ફાટક પાસેથી બંને શખ્સોની અટકાયત કરી

વલસાડ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાઉન્ડ મારવા નિકળી હતી,ત્યારે બાતમીના આધારે રેલ્વે ફાટક પાસેથી મોબાઇલ,ચેઇન અને બાઇક જેવી વસ્તુઓનું સ્નેચિંગ કરી ભાગી છુંટતા બે ચોરોને ઝડપી પાડવામાં વલસાડ પોલીસને સફળતા મળી હતી.

વલસાડ જીલ્લામાં વાહન ચોરી, મોબાઈલ સ્નેચીંગ તથા ચેઈન સ્નેચીંગના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. જેને ધ્યાને રાખીને વલસાડ SP ડૉ.કરનરાજ વાઘેલાએ જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આ પ્રકારના બનેલ ગુનાઓમાં સંડોવાયેલ સક્રિય ગુનેગારોને શોધી કાઢવા માટે વલસાડ LCB PI ઉત્સવ બારોટને સૂચના આપી હતી. જે સુચનના આધારે વલસાડ LCB PI ઉત્સવ બરોટના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી જુના રેલ્વે ફાટક પાસે રોડ ઉપર એક 20 વર્ષોય, કુમારરૂપ ઉર્ફે રાહુલ રાજનિવાસ ત્રીવેણીલાલ પટેલ તથા 20 વર્ષીય, મનજીતકુમાર મહેન્દ્ર પુરનવાસી બીંદ પાસે ઉભેલા વ્યક્તિઓ પાસે ચોરીની નંબર વગરની મોપેડ હોવાની બાતમી મળી હતી. વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના જુના રેલવે ફાટક પાસે પહોંચી બાતમીના વર્ણનવાળા ઇસમને અટકાવી ચેક કરતા તેની પાસેથી એક કાળા કલરની નંબર વગરની એકટીવા મોપેડ કિ.રૂ..30 હજાર તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન-2 કિ.રૂ.10 હજાર મળી કુલ કિ.રૂ.40 હજારનો મુદામાલ શંકાસ્પદ ઇસમો કોઇક જગ્યાએથી ચોરી અગર છળકપટથી મેળવેલાનું જણાતુ હોય મુદામાલ CRPC 102 મુજબ તપાસઅર્થે કબજે કર્યા છે. પકડાયેલ બન્ને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ અર્થે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *