લુણસાપુર ગામ નજીક સિન્ટેક્ષ કંપનીના સીક્યુરીટી ગાર્ડ, વનવિભાગ અને 3 કર્મચારીઓ પર સિંહણે હિંસક હુમલો કર્યો હતો.સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અચાનક સિંહણ આવી ચડતાં એકાએક ત્રાટકી હુમલો કર્યો હતો.આ જોઇ આસપાસના લોકો આવી પહોંચતાં બુમાબુમ થતાં સિહણ ત્યાથી જાફરાબાદના મોતીયાળા ગામ નજીક પહોંચી ગઇ હતી.જ્યાં વનવિભાગના 3 કર્મચારી પર હુમલો કર્યો હતો.જેથી ત્રણ વન કર્મચારી સહિત એક સિક્યુરીટી ગાર્ડે લોહી લુહાણ થઇ ગયા હતાં.તેથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ આસપાસના લોકોમાં થતાં ડરનો માહોલ છવાઇ ગયો હતો.આ ઘટનાને પગલે વન વિભાગે હુમલા ખોર સિંહણનું રેસક્યુ કરવા માટે કવાયત હાથ ધરી છે
રાજુલાથી વીરજી શિયાળનો રિપોર્ટ