પંચમહાલ જીલ્લામા હોળી પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં હોલિકા દહન કરવામા આવ્યુ હતુ. ભાવિકોએ હારડા ખજુર ધાણીનો ભોગ ધરાવી પ્રદક્ષિણા ફરી હતી.પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે પણ પરિસર પાસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોલિકાદહન કરવામા આવ્યુ હતુ.જેમા ભાવિકો જોડાયા હતા.પાવાગઢ મંદિર પાસે હોલિકા દહન થયા પછી જ અન્ય તળેટી વિસ્તાર મા આવેલા ગામડાઓમાં હોળી પ્રગટાવામા આવે છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર સહિત વિવિધ તાલુકા મથકો તેમજ ગ્રામીણ વિસ્તારોમા હોળીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જેમા વિવિધ સોસાયટી ગલી નાકા પર હોલિકાદહન કરવામા આવ્યુ હતુ. ભાવિકો જળ અભિષેક કરીને પ્રદક્ષિણા કરી હતી. સાથે સાથે હોળી ખજુર હારડા અને ધાણીનો ભોગ ધરાવાયો હતો. જીલ્લા ગ્રામીણ વિસ્તારમાં હોળીને તહેવારની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે થતી હોય છે.ખાસ કરીને કામધંધા અર્થ બહાર ગામ ગયેલા લોકો હોળીનો તહેવાર પોતાના માદરે વતનમાં ગામલોકો તેમજ પરિવાર સાથે મળીને હોળીનો પર્વ મનાવ્યો હતો.