અરવલ્લી જિલ્લાના અનેક ગામોમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ પોતાના હાથ વડે ભેંસ અને ગાયના છાણથી બનાવલા મોટે મોટા હારના ઓરૈયા બનાવી હોળીમાં દહન કરવા માટે દોડી આવ્યા હતાં. હોળી દહન કરી ગામ લોકો લાકડી,તલવાર લઇને દાંડિયા રમી હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી કરી હતી.
માલપુર તાલુકાના ઉભરણ ગામમાં હોળી પર્વને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.આ પર્વ નિમિત્તે બાળકોએ તૈયાર કરેલા ઓરૈયા જેમાં હુંકો, ચુલો, પંખો,છાયણી, હાથનો પંજો,પાન વગેરે બનાવટ હાથ વડે તૈયાર કરી હોળીમાં સણગારી દેવામાં આવે છે. જે બાદ ગામલોકો શુભ મૂહર્ત જોઇ હોલિકા દહન કરતાં હોય છે. ત્યારબાદ ગામની બાળાઓ માતાઓ વડિલોથી લઇ અનેક લોકો હોળીની પરિક્રમા કરવા લાગે છે અને ધાણી, નાળિયેર,પતાસા,ખજૂર પુળા,વગેરે વસ્તુઓને હોળીમાં સમર્પિત કરી પોતાનું પરિવાર અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરતાં હોય છે. સૌની પરિક્રમા પુરી થયા બાદ દેશી ઢોલના તાલ સાથે ગામ લોકો દાંડીયા લઇ હોળીની ચોફેરે રમવા માટે દોડી આવતા હોય છે.હોળીના ગીતો ગાઇ હોળીની મહિમામાં ખોવાઇ જતાં હોય છે. નાચતાં કુદતા બુમાબુમ કરતાં હાળી સળગે ત્યાં સુધી ગામલોકો દાંડિયા રમતા જોવા મળે છે.હોળી પર્વને માનવા ઉભરણ ગામના 3000થી વધુ ગામલોકો એકઠા થયા હતાં.