દિવ લોકસભાની ચૂંટણીને લઇ ત્રિપાંખીયો જંગ જામશે ખેલાશે.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે.ત્યારે લાલુભાઇ પટેલને ભાજપમાંથી ચોથી વાર મેદાને ઉતારતા જોરશોરથી પ્રચાર પ્રસાર શરુ કર્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી કેતન પટેલઅ અને અપક્ષમાથી ઉમેશ પટેલ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-04-at-11.15.29-AM.jpeg)
દિવ લોકસભાની ચૂંટણીને લઇ ત્રણેય પક્ષના ઉમેદવારોના નામ જાહર થતાં ત્રણેય ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે.જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ તાલ ઠોકી રહ્યાં છે.ચૂંટણીનું વાતાવરણ સર્જાતું જઇ રહ્યું છે.ત્યારે ભાજપના ઉમેદવારે દમણ જિલ્લાના કડ્યા મંડળના માછીયાડ વિસ્તારના વિવિધ ક્ષેત્રોમાં ડોર ટુ ડોર પ્રચાર શરુ કરી જનતાના સંપર્કમાં આવી મતદારોને ભાજપને મત આપવા માટેની માંગણી કરી છે.તો બીજી તરફ અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલે પણ પ્રચાર પ્રસાર અનોખી રીતે શરુ કરતા તેમણે પરિયારી ગામમાં આવેલ રામ મંદિર ખાતે જઇ પૂજા અર્ચના કરી હતી.ત્યારબાદ તેઓ ગામમા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર માટે ઘરે ઘરે જઇ વડિલોના ચરણો સ્પર્શ અને હાથથી હાથ મિલાવી ગળે લાગીને મતદારોના આશિર્વાદ લઇ મતની માંગણી કરી હતી. આ ઉપરાંત એક એક રૂપિયાની માંગણી પણ ઘરદીઠ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય ઉમેદવારો 500 રુપિયાની નોંટ આપીને વોટની ખરીદી કરે છે અને કહે છે કે અમે તમણે 500 રુપિયાની નોટ આપી છે.પરંતુ હું પણ અપક્ષ ઉમેદવાર તરીકે હુ મતદારોના ઘરે ઘરે જઇ તેમની પાસેથી આશિર્વાદ અને એક એક રુપિાનું ચૂંટણી ફંડ ઉઘરાવવાનું શરુ કરી તેમનો કર્જદાર બનવાની વાત કરી છે.સાથે જ હું પાંચ વર્ષ સુધી કાર્ય કરીશ તો મને હંમેશને માટે યાદ અપાવશે કે આ પૈસા લોકોના પરશેવાના પૈસા છે. માટે તેમના કામોમાં જ મારે વાપરવાના છે તેવો અહેસાસ મને હરપલ યાદ અપાવશે.મોંઘવારી માથે ચડી સરકારી નોકરીઓ નહીં તેનું કારણ ભાજપ છે અને તેમણી સામે અવાજ નહીં ઉઠાવ્યો એટલે કોંગ્રેસ પણ તેની જવાબદાર છે માટે હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
૧૭ મી લોકસભામાં ઉમેશ પટેલને ૧૯ હજાર થી વધુ વોટ મળ્યા હતા.આ વખતે પણ કોંરેશના કેતન પટેલ, ભાજપના લાલુભાઈ પટેલ અને અપક્ષ તરીકે ઉમેશ પટેલ છે જેથી ત્રણેય પટેલ ઉમેદવારો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.