એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડી રૂપિયા લઈ છેતરતી ગેંગને વાપી એલસીબીએ દબોચ્યા

સંઘપ્રદેશ દાનહના સેલવાસ સહિત વાપી ટાઉન અને જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવે ત્યારે પૈસા એટીએમમાંથી બહાર આવે છે તેવો અવાજ આવે પણ પૈસા બહાર આવતાં ન હતાં ,પરંતું જેવો અવાજ બંધ થાય ને તરત જ પૈસા ઉપડી ગયાનો મેસેજ ફોનમાં આવી જતો હતો.જે બાદ છેતરપીંડિના ભોગ બનનારાઓએ વાપી જીઆઈડીસીના એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડી રૂ.3 હજાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ પ્રકરણમાં એલસીબી ટીમે છેતરપીંડી કરનારી ગેંગ યુપીના 4 ઈસમોને ઝડપી પાડયા હતાં. જેમાં સંઘપ્રદેશ દાનહના સેલવાસમાં 2, વાપી ટાઉનમાં 1 અને જીઆઈડીસી વિસ્તારમાં 2 એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા મેળવેલાનું બહાર આવ્યું હતું. પોલીસે રીક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.45,500/-નો મુદ્દામાલ કબજે કરી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ બિહાર અને હાલ વાપી નજીકના છરવાડાની ચાલીમાં સંતોષકુમાર અરૂનકાંત તિવારી (ઉં.38) રહે છે અને તેઓ જીઆઈડીસીની કંપનીમાં સિકયુરીટી તરીકે નોકરી કરે છે. તેઓને પૈસાની જરૂરિયાત હોય તેમના મિત્ર સાથે વાપી જીઆઈડીસી, સરદાર ચોક પાસે આવેલ એટીએમમાં ગયા હતાં.એટીએમ કેબીનમાં તેઓ એકલા ગયા હતા અને રૂ.3 હજાર ઉપાડવા માટે આંકડા દબાવ્યા અને મશીનમાંથી અવાજ પણ આવ્યો હતો પરંતુ રૂપિયા બહાર આવ્યા ન હતાં. જો કે, મોબાઈલ પર પૈસા ઉપાડયાનો મેસેજ આવ્યો હતો. આ મશીન ઉપર પટ્ટી જેવી લગાવેલ હતી. જો કે, તેઓને પૈસાની જરૂરિયાત હોય તેઓ બીજે સ્થળે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને ત્યાંથી પૈસા મેળવ્યા હતાં. અગાઉ ઉપાડેલા પૈસાનો મેસેજ આવ્યો હતો તે પૈસા મળ્યા ન હતા જેથી એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડેલ હોય અને કોઈકે વિશ્વાસઘાત કરી તે ઉપાડેલ રકમ લઈ ગયા હોવા અંગેની ફરિયાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.જેથી એલસીબી ટીમે છેતરપીંડી કરનારી ગેંગ યુપીના 4 ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતાં. જેમાં સંઘપ્રદેશ દાનહના સેલવાસમાં 2, વાપી ટાઉનમાં 1 અને જીઆઈડીસી વિસ્તારમાં 2 એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા મેળવેલાનું બહાર આવ્યું હતું. પોલીસે રીક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.45,500/-નો મુદ્દામાલ કબજે કરી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *