બાલાસિનોર રાજપુર રોડ પર આવેલી માતૃછાયા સંસ્થા દ્વારા નાયબ કલેક્ટર હિરેન ચૌહાણને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.નારી શક્તિ મજબૂત અને સ્વનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિધવા સહાય અમલમાં લાવી, વિધવા મહિલાઓને 1250 રુપિયાની સહાય આપવામાં આવે છે.પરંતુ દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં નિરાધાર મહિલાઓને પોતાનું ગુજરાન ચલાવવું ઘણુ ભારે પડી રહ્યું છે.તેથી તેઓ પોતાનો સ્વખર્ચ પણ કાઢી શકતી નથી. માટે તેઓ નાછૂટકે છૂટક મજૂરી કામ તેમજ વ્યાજે નાણા લઇ પોતાનું ગુજરાન ચલાવે છે.તો આવી પરિસ્થિતિમાં તેમણે 1250 રુપિયાની સહાયમાંથી 5000 રુપિયાની સહાય આપવામાં આવે તે માટે માતૃછાયા સંસ્થાના સિસ્ટર મંજૂ તેમનો સ્ટાફ આજુબાજુના 10 ગામોની આગેવાન બહેનો તેમજ બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.જેથી નાયબ કલેક્ટર હિરેન ચૌહાણને જણાવ્યું હતું કે આ મુદ્દો સમગ્ર ગુજરાતનો છે તેથી તમારી આ રજૂઆત હુ આગળ કરી વિધવા સહાયમાં વધારો થાય તેવા પૂરતો પ્રયત્ન કરીશું .