દાદરા નગર હવેલીમાં સામાજિક સેવાકિય પ્રવૃત્તિ માટે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી માહેશ્વરી સેવા સમિતિ દ્વારા હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાપીની જ્ઞાનધામ સ્કૂલે 7 એપ્રિલે રવિવારના રોજ યોજાશે.આ કવિ સંમેલનમાં કુમાર વિશ્વાસ સહિતના ખ્યાતનામ કવિઓ હાજર રહેશે.
માહેશ્વરી સેવા સમિતિ વલસાડ જિલ્લો અને સેલવાસ, દમણ દ્વારા આયોજિત હાસ્ય કવિ સંમેલન અંગે સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી માહિતિ આપી હતી.માહેશ્વરી સેવા સમિતિ આ વિસ્તારમાં હિન્દી સાહિત્ય અને હિન્દી ભાષાના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી અવિરત કવિ સંમેલનનું આયોજન કરે છે.અહીં અત્યાર સુધી દેશના અનેક ખ્યાતનામ કવિઓ અને હાસ્ય કવિઓ ઉપસ્થિત રહી ચુક્યા છે. હવે પાંચમીવાર આ આયોજન થઇ રહ્યું છે,ત્યારે 7 એપ્રિલને રવિવારના રોજ જ્ઞાનધામ સ્કૂલ વાપી ખાતે સાંજે 7 વાગ્યે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.માહેશ્વરી સેવા સમિતિ અનેક સામાજિક સેવાઓમાં પોતાનું યોગદાન આપે છે.તે માટે તેઓ જરુરી રકમ એકત્ર કરવા આ પ્રકારે કવિ સંમેલન યોજી રહ્યાં છે. આ પ્રસંગે રામનારાયણ કાબરા,રામસૂરત લઢા,ગોપાલજી માહેશ્વરી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.