ભાજપના 44માં સ્થાપના દિન નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેરાવળ યુવા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને જોડી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપની રાજકીય સફરને આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તા.6 એપ્રિલ 1980ના રોજ ભાજપ પક્ષની સ્થાપના કરી પાયો નાખ્યો હતો, ત્યારે ભાજપના માત્ર 2 જ સાંસદો જીત્યા હતાં. આ પછી પાર્ટીએ પોતાને બજબુત બનાવવા પુરતા સંઘર્ષો કરી આજે દેશ નહીં પરંતું વિશ્વમાં તે સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી છે. જેના ભાગરુપે ગીર સોમનાથ,વેરાવળ શહેર ભાજપ દ્વારા કાજલી માર્કટિંગ યાર્ડથી વેરાવળ શહેરના રાજમાર્ગો પર બાઇક રેલી યોજી ભાજપના 44માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી હતી.જેમાં ડીજેના તાલે કાર્યકર્તાઓ મોટી સંખ્યાં આ રેલીમાં જોડાયા હતાં. આ સાથે મહિલાઓ પણ રેલીમાં જોડાઇ ગરબે રમવા ઝુમી ઉઠી હતી.આ પ્રસંગે સાંસદ અને ઉમેદવાર રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠીયા, મહામંત્રી દિલીપ બારડ, પૂર્વ અધ્યક્ષ માનસિંગ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમાનાથઃમહેશ ડોડીયાનો રિપોર્ટ