હાલ મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રોજેદારોને ઇફ્તાર કરાવવા વાપીમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલા રોજેદારોને રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ VIA પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી.
ઇફતાર પાર્ટીમાં રોઝા ખોલવા આવેલા યુવાન સાહિલ શેખે જણાવ્યું હતું કે,તે છેલ્લા 5વર્ષથી આ ઇફતાર પાર્ટીમાં આવી રોઝા ખોલે છે. દર વર્ષે અહીં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે છે.આ ઇફતાર પાર્ટીમાં દેશના બંધારણની અને વિવિધતા માં એકતા ના દર્શન થાય છે.દરેક કોમના લોકોમાં રહેલી એકતા અને ભાઈચારો જોવા મળે છે જે દેશના વિકાસમાં અને દરેક ક્ષેત્રમાં પોતાનો સહયોગ આપવાનો સંદેશ આપે છે.ઇફતાર પાર્ટીનું આયોજન કરનાર મોહમદ ઇશાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વરસથી રમઝાન મહિનામાં ઇફતાર પાર્ટીનું આયોજન કરતા આવ્યાં છે.જેમાં દર વર્ષે કનુભાઈ દેસાઈને આમંત્રણ આપવામાં આવે છે.જેથી તેઓ કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહે છે. આજની આ ઇફતાર પાર્ટીમાં ડુંગરા ડુંગરી ફળિયા,ચણોદ વિસ્તાર સહિત વાપીના અંદાજિત 500થી વધુ હીન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રોજેદારોને રોઝા ખોલાવ્યા હતાં.
નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એ એવો જિલ્લો છે જ્યાં કોમી એકતા, કોમી સમસતા જળવાઇ રહી છે.આ વિસ્તારમાં ઉદ્યોગ વિસ્તાર છે.જેથી દરેક જાતિના લોકો અહં ધંધા માટે સ્થાયી થયા છે.જેથી દરેક કોમ એક સાથે હળીમળીને રહે છે. રમજાન મહિનાના ભાગરુપે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સમરસતા જોવા મળી હતી.
આ પ્રસંગે નાણાપ્રધાન ઉપરાંત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકા ના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, SBVB ના ડિરેકટર દર્પણ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ