જામકંડોરણા શહેર તેમજ ગામડાઓનો વિજય વિશ્વાસ જીતવા મનસુખ માંડવિયા અને જયેશ રાદડિયાએ શહેર તેમજ ગામમાં પદયાત્રા કરી લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ધારસભ્ય જયેશ રાદડિયા લોકોને મળતાની સાથે જ વાજતે ગાજતે કુમકુમ ટીલક કરી ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.મનસુખ માંડવિયા સરદાર પટેલ ચોક ખાતે ખોડલધામ મહિલા સમિતિના બહેનો સાથે ગરબે રમવા આરોગ્ય મંત્રી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા પહોચ્યાં હતાં. ત્યારબાદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જામકંડોરણા ગૌવંશ પાંજરાપોળની મુલાકાત લઇ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાને ફૂલહાર કરી મનસુખ માંડવીયાએ કરેલા કામો અને ભારતીય જનતા પાર્ટીના કામો વિશે જનતાને માહિતગાર કરી તમામ મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી.આ સાથે તેમણે કન્યા છાત્રાલય પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને ભારત માતાની જયના નારા લગાવી, રામજી મંદીરે દર્શન કરી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ