સેલવાસમાં દાદરા નગર હવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજિત માહલાએ ભાજપ અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલ સાંસદ કમ ઉમેદવાર કલાબેન પર આકરા પ્રહારો કરતાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી બે-દાગ (સારા ચારિત્ર્ય) અને દાગી (ખરાબ ચારિત્ર્ય વાળા) લોકો વચ્ચેની લડાઈની ચૂંટણી છે.જેમાં કોંગ્રેસે ખૂબ જ સારા ઉમેદવારની પસંદગી કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશે.જેમાં પાંચ વર્ષ સુધી જે ભાજપ ડેલકર પરિવાર વિરુદ્ધ હપ્તા વસુલી કરવાના, આદિવાસીઓનું શોષણ કરવાના આક્ષેપો કરતા હતા એ જ ભાજપે ડેલકર પરિવારને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર જાહેર કરી દીધા.શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડત રહ્યા, બોલતા રહ્યા આજે બંને એક થઈ ગયા છે.જનતાને વધુ બેવકુફ બનાવી શકાય નહીં.જનતા બધું જ જાણે છે.કોંગ્રેસે જે પાંચ ન્યાય યોજના અમલમાં લાવવાની વાત કહી છે તે મુદ્દાઓ લઈ જનતા સમક્ષ જશે.જનતા સમજદાર છે,અંડર કરંટ છે,એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસ જરૂર જીત મેળવશે. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસની પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર અજિત માહલા એ જણાવ્યું હતું કે, અમે ઘરે ઘરે ગામ ગામ જઈ ચૂંટણી પ્રચાર કરીશું.લોકોને સમજાવીશું અને જે પાંચ ન્યાયના મુદ્દા છે તેની જાણકારી આપીશું.આવનારા દિવસો કોંગ્રેસના છે કોંગ્રેસ પાર્ટી પાસે ગરીબી, બેરોજગારી,નોકરી,જંગલ,જમીનના પ્રશ્નો જેવા મુદ્દાઓ લોકો સમક્ષ રજુ કરીશુ.
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસ અહીં સતત નબળી રહી છે.એ વાત પ્રદેશ અધ્યક્ષે સ્વીકારી નહોતી.હકીકતે કોંગ્રેસ મોહન ડેલકરના સમયે જ ઓછા માર્જિનથી હારી છે.પરંતુ જ્યારે જ્યારે મોહન ડેલકર સામે લડ્યા છે.ત્યારે તેની ભૂંડી હાર થઈ છે.લોકસભા ચુંટણીના ડેટા જોતા એ ફલિત થયું છે કે, વર્ષ 1998માં ભાજપ-કોંગ્રેસ-શિવસેના ત્રિપાંખીયાં જંગમાં કોંગ્રેસને માત્ર 4.13 ટકા જ મત મળ્યા હતાં. 1998માં અપક્ષ-કોંગ્રેસ-ભાજપ-શિવસેના ની લડાઈમાં કોંગ્રેસ છેક ચોથા નંબરે રહી હતી. કોંગ્રેસ ને માત્ર 14.74 ટકા મત મળ્યા હતાં. 2004માં પણ કોંગ્રેસના ઉમેદવાર 12,893 મતથી હાર્યા હતાં.2019માં કોંગ્રેસને 4.33 ટકા જ મત મળ્યા હતાં.જે બાદ 2021ની લોકસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને માત્ર 3.10 ટકા જ મત મળ્યા હતાં.અહીં પાછલા ઘણા વર્ષોથી ભાજપ,શિવસેના અથવા તો ડેલકર પરિવારનું જ વર્ચસ્વ રહ્યું છે.કોંગ્રેસ હંમેશા હાંસિયામાં ધકેલાતી રહી છે તે કહેવું ખોટું નથી.
સેલવાસથી આલમ શેખનો રીપોર્ટ