દરિયા કાંઠે વસેલા સંઘપ્રદેશ દમણમાં માછીમાર સમુદાય બહુમતમાં રહે છે, જેઓનો મુખ્ય વ્યવસાય માછીમારી અને જાળ ગૂંથવાનો છે.પરંતુ હાલ કેટલાક વર્ષોથી આ માછીમારોના ધંધાને પણ વિકાસની નજર લાગી ગઈ છે. દેવકા કડૈયા કાંઠા વિસ્તારના પરંપરાગત રીતે માછીમારી સાથે સંકળાયેલા પરિવારોને ફોરેસ્ટ વિભાગે દરિયા કાંઠે બોટ લાંગરવાની અને અહીંના ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં લીલી મચ્છી સૂકવવાની મનાઈ ફરમાવી દેતા તેઓની હાલત હાલ કફોડી બની ગઈ છે.અહીંના પરંપરાગત જાળ ગૂંથતા કારીગરો કે જેઓને જાળ ગૂંથવા માટે મોટી જગ્યાની જરૂર પડતી હોય છે. તેઓ દરિયા કિનારે આવીને જાળ ગૂંથવાનું કામ કરતા હતા, પરંતુ તેમણે ફોરેસ્ટ વિભાગે દરિયા કાંઠે જાળ ગૂંથવાનું બંધ કરાવી દેવામાં આવ્યું છે.જેથી વિલામુખે થયેલા માછીમારોએ આ બાબતે ફોરેસ્ટના અધિકારીઓને રજૂઆતો કરતા તેમને બોટ વલસાડ કે ગુજરાતમાં જઈને પાર્ક કરો તેવો તોછડો જવાબ આપ્યો હતો.ફોરેસ્ટ વિભાગે દરિયા કિનારે છાપરા હટાવીને જાળ સહિતનો તમામ સામાન ગામના પાદરની ખનકીમાં ફેંકી દીધો છે,
માછીમાર સમાજના અગ્રણીઓ દરિયા કિનારે બોટ પાર્કિંગ અને મચ્છી સૂકવવાની પરવાનગી માટે છેલ્લા બે વર્ષથી દમણના લોકલાડીલા સાંસદને રજૂઆત રહ્યા છે, જો કે સાંસદ તરફથી તેમને છેલ્લા બે વર્ષથી થઇ જશેનું આશ્વાસન આપી પાછા પગલે કરી દેવામાં આવે છે.પરંતું તે વાતને લઇ બે વર્ષ પુરા થઇ ગયા છતાં પણ આજદિન સુધી અમારો છેડો જોવા કે ખબરઅંતર પૂછવા,કે યોગ્ય ન્યાય અપાવવા કોઇ કોઇ અધિકારી આવ્યા નથી.ગામના માછીમારો જેવા સીઝનમાં બે ત્રણ મહિના અહીં બોટ લાંગરીને વ્યવસાય શરુ કરે કે તરત જ ફોરેસ્ટ અને પોલીસ વિભાગ આવીને તેમનો બધો સામાન હટાવી નાખે છે, આમ અહીંના પરંપરાગત રીતે માછીમારી સાથે સંકળાયેલા લોકોનો મૂળ ખાનદાની ધંધો જ બંધ થઇ જતા તેઓની આર્થિક હાલત ખુબ જ દયનિય બની ગઈ છે.ગઈ કાલે આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સમક્ષ ગામના માછીમારોએ પોતાની વેદના વર્ણવી હતી, અને તેમને રૂબરૂ દરિયા કાંઠે ફેરવીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા, તેથી કેતન પટેલે પણ આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી.આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે વાતને ધ્યાને લઇ ગામલોકોએ કહ્યું કે જે પાર્ટી અમારી વાતનો નિવેડો લાવી અમને ખુશ કરશે, તો અમે પણ તે પાર્ટીના વ્યક્તિને વોટ આપી ખુશ કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારે ચૂંટણીમય માહોલ વચ્ચે કયો ઉમેદવાર આ માછીમારોની પડખે ઉભો રહીને તેમને સમસ્યાઓમાંથી પાર પાડશે તે હવે જોવું રહ્યું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ