પંચમહાલ લોકસભા બેઠકને લઈ ભાજપ્ દ્વારા ચુટણી પ્રચારનો ધમધમાટ શરુ થઈ ગયો છે. ભાજપના રાજપાલસિહ જાદવ નવા ઉમેદવારને આ વખતે ભાજપે ટીકીટ આપી છે.ગત ટર્મમા મોટી લીડથી ભાજપાના રતનસિંહ રાઠોડને જીત મળી હતી. આવી જ લીડ મેળવા માટે ફરી ભાજપે કમર કસી રહ્યુ છે.ત્યારે ગોધરા ખાતે આજે ભાજપાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુલાકાત લીધી હતી.જેમા મોટી સંખ્યામા મધ્ય ગુજરાતના હોદ્દેદારો અને લોકસભા વિસ્તારના પંચમહાલ,મહિસાગર, ખેડાના કાર્યકરો અગ્રણીઓ હાજર રહ્યા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-11.29.19-AM.jpeg)
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-11.29.20-AM-3.jpeg)
ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ લોકસભા બેઠકના બુથ પ્રમુખનું ગોધરા ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું હતુ.જેમા પંચમહાલ લોકસભા બેઠકના સમાવીશ વિસ્તારના કાર્યકરો, સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા,નરહરિ અમીન,ભરત ડાંગર,પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ સહિત સ્થાનિક ધારાસભ્યોની સાથે ગોધરા,કાલોલ,શહેરા મોરવા હડફ,ઠાસરા,લુણાવાડા અને બાલાસિનોર વિધાનસભા બેઠકના બુથ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.