જૂનાગઢ લોકસભાના ઉમેદવાર વિરુદ્વ ફરી એકવાર પોષ્ટ વાયરલ કરતાં રાજકારણમાં ગરમાવો. આ વાયરલ પોષ્ટ અંગે અમે પુષ્ટી કરતા નથી પરંતુ આ પોસ્ટ જુનાગઢથી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજેશ ચુડાસમાનો વિરોધ વધતો જાય છે.
પહેલી વાયરલ પોસ્ટમાં તેઓ બોગસ માપણીશીટની નાણાં ભર્યાની બોગસ પહોચ વાયરલ કરવામાં આવી હતી.અને હવે રાજેશ ચુડાસમાને આ વખતે હરાવીશું, તો જ આગામી સમયમાં સરકાર તરફથી જૂનાગઢના પ્રશ્નોનો ઉકેલ બાબતે પ્રાધાન્ય આપવામાં આવશે.ફરીવાર ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યાં છે પરંતુ તેમના હાથે જૂનાગઢનું હિત નથી,રાજેશ ચુડાસમા પોતાના શાસનમાં નિષ્ફળ નિવડ્યા છે. માટે તેમણે હરાવવાના છે.તેવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં પોષ્ટ કરી ફરતાં થયા છે.
જૂનાગઢથી ભરતભાઇ સોંદરવાનો રીપોર્ટ