–મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ખભે મળી મુબારકબાદી પાઠવી
પંચમહાલ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઇજની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.જો કે આ પર્વને લઇ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. ગોધરા ખાતે ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાદ ખાતે વિશેષ નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી.આ સાથે હાલોલ ખાતે પણ ઇદગાહ અને મોહમંદી સ્ટીટ ખાતે ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોઝા સાથે અલ્લાહની ઇબાદત કરવામાં આવી હતી.ગઇ કાલે ઇદનો ચાંદ દેખાતા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા, કાલોલ, હાલોલ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. આમ રમજાન ઇદની વિશેષ અદા કરી મુસ્લિમ બિરાદરોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો.અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઇચારો સ્થાપિત થાય તેને લઇ ખાસ દુવા કરવામાં આવી હતી.આ પર્વને લઇ નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ પોલીસ સ્ટાફનું ફુલહારથી સ્વાગત કરી આ પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ