બલીઠામાં રોડનું કામ અધુરુ છોડી દેતા વાહન ચાલકોમાં ભય

કોન્ટ્રાક્ટરે બલીઠામાં સર્વિસ રોડનું કામ અધૂરું છોડતા સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને કરી રજૂઆત

કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી મનફાવે ત્યારે કામ ચાલુ રાખે અને મનફાવે ત્યારે બંધ

વર્ષો બાદ વાપી નજીકના બલીઠા હાઇવે સર્વિસ રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ, નેશનલ હાઇવે ઓથોરિટીના ઉદાસીન વલણને કારણે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 મહિનાથી કામ ઠપ્પ કરી દીધુ છે. સર્વિસ રોડનું અધુરુ મુકાયેલું કામ હવે વાહન ચાલકો માટે આફતરુપ સાબિત થઇ રહ્યું છે,સર્વિસ રોડ પર નાંખવામાં આવેલું રેડી મિક્સર ક્રોક્રીટ (RMC)યોગ્ય ગુણવત્તાવાળું નથી.જેના કારણે સિમેન્ટ અને ક્રોક્રીટ બગડી જતાં આખો માર્ગ નંબર 48 પસાર થાય છે.

મુંબઇ અને અમદાવાદ વચ્ચેનો આ સૌથી વ્યસ્ત હાઇવે છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ 2004માં બનેલા આ હાઇવેની સમાંતર સર્વિસ રોડની ખાતરી આપી હતી.પરંતુ ઘણા વર્ષો સુધી બલીઠા ગામ વિસ્તારમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો ન હતો. જેના કારણે અહીં દર વર્ષે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં અનેક લોકોના મોંત નિપજ્યા છે. જેને લઇ સ્થાનિક રાજકિય આગેવાનો અને સંગઠનના પ્રતિનિધીઓ નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરી હતી, જે બાદ લગભગ પાંચ મહિના પહેલા આ સર્વિસ રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું.જેથી આ રોડની મજબુતાઇ માટે સિમેન્ટ અને ક્રોક્રીટનું રેડી મિક્ષ ક્રોક્રીટ નાખવામાં આવ્યું હતું.ત્યારપછી થોડો સમયમાં જ કામને બંધ કરી અધુરુ છોડી દેવામાં આવ્યું હતું.બલીઠાનો રોડ આ અકસ્માત ઝોન ગણાય છે. હાલ આ અધુરા સર્વિસ રોડ પર વાહનોની અવરજવર થઇ રહી છે. જેના કારણે રોડ પર ઠાલવવામાં આવેલ સિમેન્ટ ક્રોક્રીટનું મટિરિયલ્સ ઉખડી ગયું છે, તેમજ વાહનોના ટાયરો સતત ક્રોક્રીટની કાંકરીઓ પર પડવાથી ટાયર ક્ષતિગ્રસ્ત બની રહ્યાં છે. વાહનોની પપત રફ્તારને કારણે નાની મોટી કપચીઓ આવતાં જતાં રાહદારીઓ અને અન્ય વાહનો પર ઉડીને વાગી રહી છે.જેથી વાહનચાલકોનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાઇ જતાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ત્યારે આ અધુરું કામ વાહનચાલકો માટે જોખમરુપ બને તે પહેલા નેશનલ હાઇવે ઓથોરીટી બંધ આંખ ખોલી કામને વહેલી તકે આ કામ પૂર્ણ કરે તેવી સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.


વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *