પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર રાઉન્ડ ધ કલોક નજર રાખતી MCMC કમિટીની કામગીરીથી સંતોષાયા
લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ કમિટીના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે એ આજે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC)અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી.MCMCના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે MCMC સેન્ટરની સમગ્ર કામગીરીથી વાકેફ કર્યા હતા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-20-at-2.38.13-PM-2-1024x682.jpeg)
ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસરશ્રી એમ.જે.દવેએ MCMC સેન્ટર ખાતે સેટેલાઈટ ચેનલોના ન્યુઝ મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયાની રાઉન્ડ ધ કલોક કામગીરી અને વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા. ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચારસંહિતા ભંગ અંગેના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યુઝ અંગેની વિગતો માટેના રજીસ્ટર અને લાઈવ કામગીરી નિહાળી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે.દવેએ સંતોષ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે.દવેની મુલાકાત પ્રસંગે જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને MCMC કમિટિમાં કામગીરી કરતા શિક્ષકમિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ