દેશમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંતર્ગત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીઓને અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં VAF(VOTER AWARNESS FORUM )અંતર્ગત જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં સ્વીપ અને ટીપની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને જિલ્લાના જુદા જુદા 10 ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ડ્યુક પાઇપ, અરિહંત એરોમા પંપ્સ, વસંત ફેબ્રીકેશન, લિન્ક પ્રૂફ જેવી વિવિધ કંપનીઓના કર્મચારીઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, લોભ, લાલચ રાખ્યા વિના 100 % મતદાન કરે અને પોતાના પરિવારના તમામ મતદારોને મતદાન કરાવે તે માટે હુ યુવાન છું,ખુદાર છુ, મતદાન માટે તૈયાર છું.મારો મત મારુ ભવિષ્ય, મતદાન અવશ્ય કરીશુના બેર્નર લઇ શપથ અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે મતદાનના દિવસે કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે જાહેર રજા છે જેની જાણકારી આપી હતી.આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી, કંપનીના કર્મચારી,લેબરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ