બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરોની મિટિંગ યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.7મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેને લઇ ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ નિરીક્ષક, જિલ્લાની સમગ્ર ચૂંટણી લક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરુણકુમાર બરનવાલ દ્વારા કલેકટર કચેરીના હોલ ખાતે નિરીક્ષકોની બેઠક યોજાઈ હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ નિરીક્ષક તરીકે જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશકુમાર સિન્હા, વાવ, થરાદ, અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ નિરીક્ષક તરીકે અમીત કુમાર સિંગ, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ નિરીક્ષક રમેશકુમાર દ્વિવેદીની નિયુક્તિ કરાઈ છે.જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ નિરીક્ષકોને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ, સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન બાબતે નિરીક્ષકોને અવગત કર્યા હતા.જનરલ ઓબ્ઝર્વર જફર મલિક, પોલીસ નિરીક્ષક રાકેશકુમાર સિન્હા, તેમજ ખર્ચ નિરીક્ષક અમીત કુમાર સિંગ અને રમેશકુમાર દ્વિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચુંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ તથા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *