વાપી નગરજનોને મોંઘવારી તો નડશે સાથે પાલિકા પણ
વાપી પાલિકાની સામાન્ય સભામાં 10 ટકા વેરો વધારવાનો નિર્ણય લેવાયો
દિન પ્રતિદિન કોઇને કોઇ જરુરી સામગ્રીના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે.ત્યારે આજે વાપી પાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં દર વર્ષે 1/2 ટકાનો વધારો થતો હતો. પરંતુ આ વર્ષે ઇ નગર વેબસાઇટ શરુ કરી એરિયા વાઇઝ,બે માસના મિલકત ધારકો પર 10 ટકા વેરો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 50 રુપિયાથી લઇને 1000 રુપિયા સુધીનો વધારો કરી નગરજનોને મુશીબતમાં મુકી દીધા છે.

ચાલુ નાણાકીય વર્ષનો ઘરવેરો નક્કી થઈ ગયેલ હોય માંગણા બિલ વહેંચવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.આગામી બે માસમાં તમામ મિલકત ધારકોને ઘરે માંગણા બિલ પહોંચી જાય એવી પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષ 2023-24માં વાપી નગરપાલિકામાં 94%થી વધુની ઘરવેરા વસૂલાત થઈ હતી.હવે 80 હજાર મિલકત ધારકોએ 10 ટકા વેરા વધારે આપવાનો વારો આવશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ