-નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ સંજય શુક્લાએ ધવલ પટેલની જંગી મતોથી જીતનો દાવો કર્યો
વાપી ભાજપ અન્ય ભાષા ભાષી સેલની બેઠકમાં વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને મોટી લીડથી ચૂંટણી જીતવા હાંકલ કરવામાં આવી હતી. ભાષા ભાષી સેલના જિલ્લા કન્વીનર રતિકાંત તિવારી અને સહ સંયોજક ઓ.પી.મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠક દરમિયાન ભાજપ સરકારના વિકાસના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
આગામી દિવસોમાં યુપી અને બિહારના કેટલાક મોટા નેતાઓની બેઠક યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ બેઠકમાં પ્રદેશ કન્વિનર રોહિત શર્મા, આશુસિંહ લબાના,દક્ષિણ ગુજરાતના પ્રભારી નાગેન્દ્ર શુક્લા, અતિથિ વિશેષ નિષાદ પાર્ટીના રાષ્ટ્રિય સચિવ સંજય શુક્લાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંજય શુક્લાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતીય સમાજ ભાજપના ઉમેદવારની જીત માટે કામ કરી રહ્યો છું.અને ધવલ પટેલ જંગી સરસાઇથી જીતશે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં ઉત્તર ભારત અને પ્રાંતના લોકો સન્માન અને શાંતિના વાતાવરણમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યાં છે.ભાજપે તમામ સમાજ માટે કામ કર્યું છે.આ બેઠકમાં ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ મુકેશસિંહ ઠાકુર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ અને હરિયાણા સમાજમાંથી રામસિંહ સહરાન, પંજાબી સમાજમાંથી કિરણજીતસિંહ, બ્રાહ્મણ સમાજના મુકેશ તિવારી અને ઉમેશ તિવારી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ