અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં શહેરના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી.આ કોન્ફોરન્સ પંડિત દીનદયાળ હોલમાં યોજાઇ હતી.આ કોન્ફોરન્સમાં પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે ૩૧ જુલાઈ ૨૦૨૩થી ચાર્જ સંભાળ્યો ત્યારથી ગુન્હાખોરીમાં ઘટાડો નોંધાયો હોવાના આંકડાઓ આપ્યા હતાં.ખૂનમાં 46ટકા,ચોરીમાં 26ટકા, લૂંટમાં 28ટકા,ચેઇન સ્નેચિંના કિસ્સામાં 47ટકા,ડ્રીંક ઍન્ડ ડ્રાઇવ કેસના કેસમાં ઘટાડો થયો છે.આ સાથે ગુનેગારોને ડર રહે એ પ્રકારે કામગીરી થઇ રહી હોવાનું જણાવ્યું હતું. સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઇ રહ્યો છે,ગુજરાત બહારની ગેંગ સક્રિય હોય છે.લોકો લોટરી અંગેની લિંક પર ક્લિક ના કરે તેનું ધ્યાન આપવા જાહેર જનતાને જણાવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-25-at-7.14.26-PM-1024x576.jpeg)
પોલીસનું મુખ્ય કામ છે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે..ત્યારે આવનાર દિવસોમાં ચૂટણી યોજાનાર છે તેમાં આપણી કામગીરી અસરકારક કેવી રીતે થઇ શકે તેની ચર્ચા કરી ચૂંટણીમાં સંવેદનશીલ બુથની મુલાકાત લેવામાં આવી રહી છે.આ સાથે અકસ્માતના ગુન્હાઓ અટકાવવા માટે પોલીસની હાજરી અંગે લાઈવ લોકેશન લેવાનું ચાલુ કર્યું છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે રામોલ સી પોલીસ ટીમના સ્ટાફને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અમદાવાદથી રવિ બાકોલાનો રીપોર્ટ