વાપી ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-2024ના બીજા સત્રમાં વાપી બ્રાન્ચના 2 વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.શિક્ષક અને વાલીગણે જીયા અને મિહીરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી, આવનારી દરેક પરિક્ષાઓમાં વિજય મેળવો તેવા આશિર્વચન આપ્યાં હતાં.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ની વાપી શાખામાં કોચિંગ લેતી અને ઉમરગામની એસ.વી.જ્ઞાન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિયા દુબેએ ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે.જિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR)417 પ્રાપ્ત કરી વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.ઉપરાંત મિહિર કાપસે નામના વાપીના વિદ્યાર્થીએ પણ 99થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મિહિર પ્રકાશ કાપસેએ 99.96 પર્સન્ટાઈલ મેળવી તે પણ વાપી સીટીમાં ટોપર્સ રહ્યો છે.જીયા દુબેએ જણાવ્યું હતું કે,આકાશ ઇન્સ્ટિટયૂટમાં શીખવવામાં આવતા અભ્યાસક્રમ ઉપરાંત શાળાના શિક્ષકો અને તેમના માતા-પિતા દ્વારા સતત મળતા પ્રોત્સાહનના કારણે આ સિદ્ધિ હાંસલ કરી શકી છે.કોચિંગ ક્લાસમાં તેને દરેક વખતે જે પણ મૂંઝવતા પ્રશ્નો હતા તેનું સતત નિરાકરણ કરવામાં મદદ મળતી હતી.આ સિદ્ધિથી તે ખૂબ ખુશ થઇને આગળ CS બનવા માંગે છે.આ અંગે આકાશ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર આસિસ્ટન્ટ ડાયરેકટર પ્રભાકરે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓનું આ અદભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે.આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીઓએ મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત આઇઆઇટી (IIT)જેઇઇ(JEE)માં સફળતા મેળવી છે.JEE મેઇન-2024ની એક્ઝામમાં ઉમરગામની જિયા દુબેએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 417મો નંબર અને વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેમજ મિહિર કાપસેને સીટી ટોપર્સની સિદ્ધિ હાંસલ કરી હતી.તેથી કોચિંગ ક્લાસના શિક્ષકો તેમજ બન્ને વિદ્યાર્થીઓના વાલીઓએ અભિનંદ પાઠવી ટ્રોફી આપી સન્માનિત કરી મોઢું મીઠું કરાવ્યું હતું. આવી જ રીતે આગામી પરિક્ષાઓમાં પણ સફળતા મેળવો તેવા આશીર્વાદ આપ્યા હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ