વાપી GIDC વિસ્તારમાં આવેલ બી ટાઈપમાં રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા દાતાઓની મદદથી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.દાતાઓના સહયોગથી રોટરી કલબના સભ્યોએ આ ડેન્ટલ કેરનો શુભારંભ કરી તેમાં ઉપલબ્ધ સેવાઓ અંગેની વિગતો આપી હતી.વાપીમાં દર્દીઓને ઓછા દરે સારવારની સુવિધા પૂરી પાડવા રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા 6 જેટલા પ્રોજેકટ શરૂ કર્યા છે. જે પૈકી વાપી GIDCના ગુંજન એરિયામાં આવેલ બી ટાઈપ ખાતે પ્રમુખ રોટરી પેથોલોજી લેબ, ભાઠેલા રોટરી ફિઝિયોથેરેપી સેન્ટર કાર્યરત કરી, ભારત રેઝીન્સ રોટરી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વાપી GIDCખાતે કાર્યરત પેથોલોજી સેન્ટર, ફિઝિયોથેરેપી સેન્ટર અને ડેન્ટલ કેર સેન્ટરમાં અન્ય ખાનગી સેન્ટરોમાં લેવાતી ફીની સામે 40ટકા ફી સાથે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.હાલ પેથોલોજી સેન્ટરમાં દરેક પ્રકારના બ્લડ ટેસ્ટ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે.નવા શરૂ કરાયેલ ડેન્ટલ કેરમાં પણ અત્યાધુનિક મશીનરી અને સ્કીલ્ડ સ્ટાફ સાથે દાંતને લગતી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટના પ્રેસિડન્ટ હેમાલી પાઠકે 6 જેટલા સેન્ટરમાં CSR ફંડ હેઠળ સહયોગ કરનાર પ્રમુખ ગ્રુપ,એપલ વાયર,અજિત પેપરમિલ,સહિત તમામ દાતાઓનો આભાર માની ,અહી મળતી સુવિધાઓની જાણકારી આપી હતી.અને આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે લોકશાહીના આ પર્વમાં દરેક મતદાર અવશ્ય મતદાન કરે તે માટે અપીલ કરી હતી. રોટરી કલબ દ્વારા પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય સારા ઉમેદવારને મત આપી સારી સરકારને પસંદ કરવા અનુરોધ કરાયો હતો.આ પ્રસંગે ભારત રેઝીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વિનુભાઈ જોષી, પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટૂ, રોટેરિયન નિહિર દવે, ભાઠેલા ગ્રુપના મુકેશભાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી સભ્યો, તબીબો, દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ