-કેસરિયો ધારણ કરી મિડીયાને કહ્યુ પંચમહાલમા કોંગ્રેસ માટે સારા દિવસો નથી
પંચમહાલ જીલ્લા કોગ્રેસના અગ્રણી યુવા નેતા દુષ્યતંસિંહ ચૌહાણ આજે ગોધરામા અમિત શાહની સભામાં ભાજપમાં ખેસ પહેરવાના હતા તેવા અહેવાલો વચ્ચે ગોધરા શહેરના ગદુકપુર ખાતે આવેલા ભાજપાના કમલમ કાર્યાલય ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ખેસ પહેરાવામા આવ્યો હતો. મિડીયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં વફાદારી સાથે કામ કર્યું છે પણ અમને એવું લાગ્યું કે પંચમહાલમાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી માટે ભાજપમાં જોડાયા.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-27-at-3.34.58-PM-1-1024x478.jpeg)
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે કેન્દ્રના સહકારીતા અને ગૃહમંત્રી અમિત શાહ ભાજપાની વિજય સંકલ્પ યાત્રામા હાજરી આપવાના છે. ગતરોજ પંચમહાલ કોંગ્રેસના નેતા દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના સમર્થકો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે ગાંધીનગર મુલાકાત કરી હતી. આજે ગોધરા ખાતે અમિત શાહના કાર્યક્રમમાં કેસરીયો ખેસ કોગ્રેસી કાર્યકરો ધારણ કરશે તેવી ચર્ચાઓ વચ્ચે ગોધરાના કમલમ કાર્યાલય ખાતે કોંગ્રેસના દુષ્યંત ચૌહાણ સહિત કોંગ્રેસ સંગઠનના કાર્યકરોને વિધીવત કેસરીયા કરાવાયા હતા. ભાજપમા જોડાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમા દુષ્યંતસિંહ ચૌહાણે જણાવ્યુ કે પંચમહાલમાં કોંગ્રેસ માટે સારા દિવસો નથી એટલે અમે સૌ હોદેદારો એક વિચારધારા અને વિકાસની યાત્રામા આજે ભાજપમા જોડાયા છીએ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ