ભાલપરા ગામે ભાલકેશ્વર મિત્ર મંડળના ભગવાનભાઈ સોલંકી દ્વારા છેલ્લા ચાર વર્ષથી માતા-પિતા કે કોઈ વાલી વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞતી સમૂહલગ્ન યોજી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.આ ઉમદા કાર્ય ની પ્રેરણા વિશે વાત કરતાં ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક દીકરીઓ માતા પિતા કે વાલી વગર ની બની હતી.આ સમયે હુ અને મારી પત્ની પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં.અને મોતના મુખમાંથી બચ્યા હતા.આ સમયથી મેં અને મારા પરિવારે આ સદકાર્ય કરવા સહુના સાથ સહકાર સાથે આજે ચોથા વર્ષે 34 દીકરીઓના કન્યાદાનનો અમૂલ્ય અવસર અમને પ્રાપ્ત થયો છે.આ વખતે લોકશાહીમાં મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. તો જીવનમાં રક્તદાનનું પણ મોટું મહત્વ હોય, જેથી આ વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં દીકરીઓના કન્યાદાનની સાથે રક્તદાન તેમજ મતદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ યોજાયો હતો.
સમૂહલગ્નમાં ભૂદેવોની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ચૂંટણી તંત્રના અધિકારી ખાસ ઉપસ્થિત રહી, પ્રભુતામાં પગલાં પાડતા નવ યુગલો તેમજ જાનૈયા, માંડવિયા સાથે ઉપસ્થિત તમામ મહેમાનોને લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અને અન્યોને કરાવવાના શપથ લેવડાવ્યાં હતા.રેડક્રોસ સોસાયટીની મેડિકલ ટિમ દ્વારા સમૂહલગ્ન સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું તેથી રક્ત દાન એ જ મહા દાન સમજી અનેક મહેમાનોએ રક્તદાન કર્યું હતું.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ