પાલનપુર તાલુકાના પારપડા ગામનો કિશોર દસ દિવસ અગાઉ અમીરગઢ આવ્યો હતો. અને ત્યાંથી તે ગુમ થઈ ગયો હતો,જેથી પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ગુમ થયેલા કિશોરની શોધખોળ હાથ ધરી હતી. જોકે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાંથી કોવાહી ગયેલો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમીરગઢ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમીરગઢ સરકારી દવાખાને કરાવી કિશોરનું મોત ક્યાં કારણે થયું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ